Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

મનુબર ગામની પાણીની સમસ્યાનો અંત

મનુબર ગામની પાણીની સમસ્યાનો અં

 

ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ઓવરહેડ ટાંકી, ભૂગર્ભ સમ્પનું લોકાર્પણ

 

૧.૫૦ લાખ લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ ટાંકી, ૫૦ હજાર લીટરની ક્ષમતાનો ભૂગર્ભ સમ્પ, ૯.૫ કિલોમીટરની પાઇપ લાઇન અને ૯૦૦ ઘરોમાં નળના કનેક્શન ગ્રામજનોને અર્પણ

—————————————————–

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભરૂચ તાલુકાના મનુબર ગામે ઓવરહેડ ટાંકી અને ભૂગર્ભ સમ્પ સહિત ૯૫.૪૦ લાખના કામોના લોકાર્પણ કરતા ગામની પાણીની સમસ્યાનો અંત આવતા ગ્રામજનોમાં ખુશીની લહર ઉઠી છે.

મનુબર ગામમાં વર્ષો જૂની પાણીની ટાંકી ઝર્જરીત બનતા પાણીની સમસ્યા ઉદ્દભવી હતી. ક્ષમતા પ્રમાણે ટાંકીમાં પાણી ભરવા જતા ટાંકી ધરાસાઈ થાય તેવી શક્યતાઓ હતી. જેના કારણે છેલ્લા અનેક વર્ષોથી ટાંકીમાં ઓછું પાણી ભરી ગ્રામજનોને અપાતું હતું. જેમાં વીજળીનો ખર્ચ વધવા ઉપરાંત પ્રેસર સાથે પાણી મળતું ન હતું. ગામના પૂર્વ સરપંચ શબ્બીરભાઈ સહિતના આગેવાનોની રજૂઆતના પગલે ધારાસભ્ય અરુણસિંહ રણાએ જલ જીવન મિશન અને નલ સે જલ યોજના હેઠળ ૧.૫૦ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી, ૫૦૦૦૦ લીટર ક્ષમતાવાળો ભૂગર્ભ સંપ, ૯.૫ કિલોમીટર લાંબી પાઇપલાઇન, ૯૦૦ ધરોમાં નળ કનેકશન, પંપ ઘર, મોટર અને વીજળીકરણ સહિત કુલ ૯૫.૪૦ની યોજના મંજુર કરાવી હતી. જેનું કાર્ય પૂર્ણ થતાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, પૂર્વ સરપંચ શબ્બીરભાઈ અને ગામના આગેવાન મુબારકભાઈ સહિત ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કર્યા હતા.

ધારાસભ્ય અરુણસિંહ રણાએ આ અવસરે ગામના માળખાગત વિકાસ માટે હર હમેશ ગામ સાથે હોવાની ખાતરી આપી મનુબરથી થામનો રોડ પણ રૂપિયા એક કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવા માટે મંજુર કરાવ્યો હોવાની અને દિવાળી સુધીમાં રોડ બનવાની જાહેરાત કરતા ગ્રામજનોએ તેમને ખુશીથી વધાવી લીધા હતા. આ તબક્કે પૂર્વ સરપંચ શબ્બીરભાઈએ કહ્યું હતું કે ધારાસભ્યના પ્રયાસોથી મનુબર ગામની પાણીની સમસ્યાનો હવે અંત આવ્યો છે.

Related posts

ભરુચ: નેત્રંગ ગ્રા.પંચાયતમાં એક લાખના ખચેઁ સૌરઉર્જા પેનલ લગાવવામા આવી….

bharuchexpress

ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ

bharuchexpress

ભરૂચ પોલીસ દ્વારા જાહેર જનતા ને તહેવારોને અનુલક્ષી સાવચેત રહેવા અપાયો સંદેશ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़