અંકલેશ્વર તાલુકાની 3500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયુ
અંકલેશ્વર તાલુકા માં 3500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે, વરસાદની સાથે નહેર અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થતા સમયસર ડાંગર ના વાવેતર માં જોતરાયા છે ખેડૂતો ડાંગર ના વાવેતર પહેલા પાણી ભરાયેલ ખેતરમાં ટ્રેક્ટર વડે ઘાવલ કર્યા બાદ ડાંગરની રોપણી ના શ્રી ગણેશ કર્યા છે.
તાલુકાના ખેડૂતો લાંબા ગાળાની ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ વળ્યાં છે અંકલેશ્વર પંથક માં મુખ્ય શેરડી અને ડાંગર ના પાક નું વાવેતર વધુ પ્રમાણ માં થાય છે, ત્યારે હાલ માં ચોમાસાનો વિધિવત અને સમયસર પ્રારંભ થતા ખેડૂતો ડાંગર ના પાક ના વાવેતર માં જોતરાયા છે. હાલ વરસેલા વરસાદની સાથે નહેર અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોને ડાંગર ની વાવણી અંગેની ચિંતા દૂર થઇ છે.
ડાંગર ની વાવણી પહેલા ખેડૂતો ખેતર માં વરસાદી પાણી નો સંગ્રહ કરે છે અને વરસાદી પાણી ઓછું હોય તો કેનાલ તેમજ ખાડી માંથી ખેતરમાં પાણી ભરે છે માફક સર પાણી ભરાયા બાદ તેમાં ટ્રેક્ટર દ્વારા ઘાવલ કરવામાં આવે છે, પાણી ભરેલ ખેતરમાં ટ્રેક્ટર વડે વ્યવસ્થિત ઘાવલ કર્યા બાદ તેમાં કચરા ની સાફ સફાઈ કરવામાં આવે છે.
ત્યાર બાદ ડાંગરનો ધરૂ ઉખેડી પાણી ભરેલા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે,હાલમાં અંકલેશ્વર તાલુકા માં વાવણી લાયક વરસાદ થતાં 3500 હેક્ટર જેટલી જમીન માં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે.