અંકલેશ્વરમાં પોલીસે વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યુ
અંકલેશ્વર જિલ્લા ટ્રાફિક દ્વારા વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ગાડી પર ફિલ્મ તેમજ રેડિયમ લખાણ સહીત આર.ટી.ઓ ના નિયમ ભંગ બદલ વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ ના અંકલેશ્વર ડિવિઝન દ્વારા રવિવારના રોજ પુનઃ એકવાર ટ્રાફિક અભિયાન હેઠળ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી.
પી.એસ.આઈ જે પી ચૌહાણ અંકલેશ્વર ના ચૌટા નાકા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત કાર પર લગાવેલી બ્લેક ફિલ્મ તેમજ લખાણ દૂર કર્યા હતા આ ઉપરાંત પોલીસ બાઈક ચાલક સહીત વાહન ચાલકો ને આર.ટી.ઓ નિયમ બદલ દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા પ્રતિન ચોકડી ઉપરાંત અન્ય પોઇન્ટ ઉપર પણ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી