નેત્રંગ પાસે આવેલો પિગુટ ડેમ ઓવરફ્લો થવાના આર
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આવેલ પિગુટ ડેમ હાઈએલર્ટ સ્ટેજે ભરાઇ જતાં હેઠવાસનાં ગામોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. નેત્રંગ તાલુકામાં આવેલ પિગુટ ડેમ 91.09 % હાઈએલર્ટ સ્ટેજે ભરાઇ ગયેલ છે અને પાણીની આવક વધતા 100% ઉપર જતાં ઓવારફ્લો થવાની શક્યતા છે. ડેમમાં 270 ક્યુસેક પાણીની આવક છે જ્યારે જળાશયની પૂર્ણ જળાશય સપાટી 139.70 મી છે.હાલની પરિસ્થિતિએ જળાશય સપાટી 139.25 મીટર છે.
ડેમની હેઠવાસનાં ગામો પૈકી નેત્રંગ તાલુકાના મૌઝા, કામલીયા, ચીખલી, ગુંદીયા તથા વાલિયા તાલુકાના રાજપુરા, જાબુગામ, વાંદરીયા, ચોરઆંબલા, ઉમરગામ, સોડગામ, સિનાડા, નવાપુરા, ડહેલી વગેરે ગામનાં લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા નાયબ કાર્યપાલક ઈજનેર તરફથી તાકીદ કરાય છે.