અંકલેશ્વર પંથકમાં મુખ્ય માર્ગો પર પશુઓએ અડિંગો જમાવતા હાલાક
અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં માર્ગ મૂંગા પશુઓ એ અડિંગો જમાવ્યો છે. વાહન રોડ સાઈડ પર પસાર થયા જયારે માર્ગ પર પશુ અડિંગો જમાવી બેસી રહ્યા હતા. જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તાર માં માર્ગ પશુઓ ને લઇ સાંકળા બન્યા હતા. તો પશુ ની લડાઈ વચ્ચે અકસ્માતની ભીતિ સેવાઈ હતી. સ્થાનિકો દ્વારા નોટીફાઈડ વિભાગ પશુઓ ને ડબ્બે પુરાવા માંગ કરી હતી.
અંકલેશ્વર શહેર તેમજ નોટીફાઈડ રહેણાંક તેમજ જીઆઇડીસી વિસ્તારમાં ચોમાસા દરમિયાન પુનઃ એકવાર મુંગા નોધારા પશુનો એ માર્ગ પર અડિંગો જમાવી લીધો છે. મોટા ટોળા માં આવતા પશુ ઓ રોડ પર બેસી જઈ માર્ગ રોકી રહ્યા છે. એટલું નહિ વાહનોના હોર્ન મારતા છતાં ઉઠતા નથી કે દૂર ખસતા નથી.
કેટલીક વાર અચાનક ઉભા થઇ દોડ મુકતા વાહન ચાલકો ના જીવ પડીકે બંધાઈ જાય છે. આડેધર માર્ગો પર બેસવા તેમજ રખડતા ઢોરો ને લઇ વાહન ચાલકો ને અગવડતા ઉભી થઇ રહી છે. તો આજ હાલ અંકલેશ્વર શહેર માં પણ જોવા મળી રહ્યા છે.
અંકલેશ્વર મોદી નગર થી ત્રણ રસ્તા સર્કલ અને ઓ.એન.જી.સી માર્ગો પર રખડતા ઢોરો નો અડિંગો જોવા મળી રહ્યો છે. બંને વિસ્તાર માં સ્થાનિકો દ્વારા તંત્ર ધ્વરા મુંગા પશુ ને પાંજરાપોર માં ઝડપી પડી મુકવા ની માગ કરી રહ્યા છે તો નોંધારા પશુ ને છોડી મુકતા પશુપાલકો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી હતી.