Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOther

ઓમકારેશ્વર ડેમના 18 દરવાજા ખોલાયા નર્મદા ડેમની સપાટી 124.61 મીટરે પહોંચી

ઓમકારેશ્વર ડેમના 18 દરવાજા ખોલાયા નર્મદા ડેમની સપાટી 124.61 મીટરે પહોંચ

 

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના 18 દરવાજા ખોલવામાં આવ્યાં છે. ડેમના દરવાજા ખોલવામાં આવતાં સરદાર સરોવરમાં 1.31 લાખ કયુસેક પાણીની આવક થઇ રહી હોવાથી નર્મદા ડેમની સપાટી 124.61 મીટર થઇ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ પુર્ણ ભરાવાથી હવે 14 મીટર જેટલો બાકી રહયો છે. સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણીનો આવરો ચાલુ રહેતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે. એક સપ્તાહમાં ડેમની સપાટી 5 મીટર જેટલી વધી છે. ગત રોજથી મધ્યપ્રદેશમાં આવેલાં ઓમકારેશ્વર ડેમના 18 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. સરદાર સરોવરમાં 1.31 લાખ કયુસેક પાણી આવી રહયું છે. જેની સામે આરબીપીએચ અને સીએચપીએચના ટર્બાઇન ચલાવવામાં 42 હજાર કયુસેક પાણી વપરાય રહયું છે. પાણીની આવક સામે જાવક ઓછી હોવાથી નર્મદા ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. નર્મદા ડેમે તેના સ્પીલ વેની 121.92 મીટરની સપાટી વટાવી દીધી છે. 121.92 મીટરની સપાટીએથી દરવાજા લાગી ગયા બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઇ છે. નર્મદા ડેમ પુર્ણ ભરાવાથી હવે માત્ર 14 મીટર જેટલો બાકી રહી ગયો છે. જો ઉપરવાસમાંથી પાણીનો આવરો ચાલુ રહેશે તો આગામી દિવસોમાં નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે.

Related posts

ભરૂચનાં શો-રૂમમાં ભીડનો લાભ ઉઠાવી બે યુવતી બૂટની ઉઠાંતરી કરી નાસી છૂટી

bharuchexpress

વડાપ્રધાનશ્રીનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે સૌએ નિહાળ્યો

bharuchexpress

જન્માષ્ટમીમાં ઉપવાસ કરો તો ધ્યાન રાખજો આ બાબતોનું જેથી સેહત પર ખરાબ અસર ન પડે

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़