Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOther

કેવડિયાની 600 એકર પથરાળ જમીનમાં ખીલ્યાં 112 પ્રજાતિનાં 14 લાખથી વધુ ફૂલ

કેવડિયાની 600 એકર પથરાળ જમીનમાં ખીલ્યાં 112 પ્રજાતિનાં 14 લાખથી વધુ ફૂ

 

પથ્થરમાં પણ ફુલ ખીલી શકે છે આ કહેવત સાકાર થઇ છે એકતાનગર ખાતે. વેલી ઓફ ફ્લાવર લગભગ 600 એકરમાં ફેલાયેલ છે, જે પૈકી ૨૪ એકર વિસ્તારમાં ભારત વનનું નિર્માણ કરવામાં આવ્યુ છે, 112 પ્રજાતિના લગભગ 14 લાખથી વધુ ફુલના છોડ ઉછેરવામાં આવેલ છે.

આ વનમાં સુશોભનમાં ઉપયોગમાં લેવાતા વૃક્ષો,જડીબુટ્ટીઓ સહિત્ના ફુલ-છોડ ઉગાડવામાં આવ્યા છે. જેમાં ન માત્ર રંગબેરંગી ફુલની સાથે સાથે પાંદડાના વિવિધ રંગોથી સમગ્ર વિસ્તારે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો બારે મહીના હોય છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ વિસ્તારમાં નર્મદા ડેમના નિર્માણ દરમ્યાન નિકળેલ પથ્થર સહિતની સામગ્રી ઠલવાતી હતી જેથી આ કાર્ય સહેજ પણ આસાન ન હતુ.

ભારત વન ન માત્ર માત્ર ફૂલોની જૈવવિવિધતાને જ નહીં, પરંતુ પ્રાણીસૃષ્ટિની પ્રજાતિઓ ખાસ કરીને પક્ષીઓ અને જંતુઓ ના જીવનને સંરક્ષિત કરવાનું કાર્ય પણ થઇ રહ્યુ છે. અહીં આયોજન થી અમલ સુધી,બધું જ ખરેખર અદભુત છે.ગુજરાતમાં ભારત અને ગુજરાતમાં જગતની પરિકલ્પના આ લીલોતરીની વિવિધતા થી સાકાર કરવામાં આવી હોય એવી આ અદભૂત અને રમણીય રચનાઓ છે.

ભારત વનમાં ભારત દેશના વિશાળ નકશાનું નિર્માણ રંગબેરંગી છોડ દ્વારા કરીને એકતા વનનું પણ નિર્માણ કરવામાં આવ્યુ છે, જેમાં 22 ડીસેમ્બર 2018 ના રોજ કેવડીયામાં આયોજીત “ઓલ ઇન્ડીયા આઇજીપી/ડીજીપી કોન્ફરન્સ ”માં ભાગ લેવા આવેલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પોતાના રાજયોની ઓળખ સમાન છોડ લાવ્યા હતા અને દેશના નકશામાં સંબંધિત રાજયોના ભૌગોલિક સ્થાન પર વાવીને એકભારત શ્રેષ્ઠ ભારતની કલ્પનાને વેગ આપ્યો હતો.વેલી ઓફ ફ્લાવરમા આવેલ ભારત વન અને એકતા વન જૈવ વૈવિધ્યતાની વિવિધતામાં એકતાની સાથે-સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સુત્રને બળ આપે છે.

 

દેશના કયા રાજ્યોનું યોગદાન

જમ્મુ અને કાશ્મીર

હિમાચલ પ્રદેશ

પંજાબ

રાજસ્થાન

હરીયાણા

ઉત્તરાખંડ

ગુજરાત

ઉત્તરપ્રદેશ

બિહાર

મધ્યપ્રદેશ

તેલંગાણા

તામિલનાડુ

આંધપ્રદેશ

પોંડીચેરી

કેરળ

કર્ણાટક

મહારાષ્ટ્ર

છત્તીસગઢ

ઝારખંડ

ઓરીસ્સા

પશ્ચિમ બંગાળ

સિક્કિમ

મેઘાલય

આસામ

નાગાલેન્ડ

ત્રિપુરા

મણીપુર

ગોવા

Related posts

મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

bharuchexpress

આછોદ ગામમા યુવાઓની સરકાર, બન્યો 24 વર્ષ નો સરપંચ. આમોદ તાલુકાના આછોદ ગામે ગત 19 તારીખ નાં રોજ આછોદ ગામના કુલ 12 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં 24 સભ્યો અને 2 સરપંચ એમ કુલ મળી 26 લોકો દ્રારા ઉમેદવારી નોંધાવી હતી, જેનું પરીણામ ગત રોજ જાહેર થયું હતા જેમાં આછોદ ગામની યુથ વિંગ પેનલનો ભવ્ય વિજય થયો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે યુવાનો દ્વારા યુથ વિંગ પેનલ ઊભી કરવામાં આવી હતી જેના મુખ્ય સંયોજક કાપડીયા ફેમિલી દ્રારા જોરદાર સપોર્ટ કરવામા આવ્યો હતો અને ઘરે ઘરે જઈ લોકોની મુલાકાત કરવામા આવી હતી જેથી લોકોનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો હતો. ચૂંટણી પુર્ણ થયાં બાદ ગત રોજ ચૂંટણી નું પરીણામ જાહેર થતાં આછોદ ગામની યુથ વિંગ પેનલના 12 સભ્ય પૈકી 7 સભ્યો અને તેની સાથે સરપંચ વિજેતા જાહેર થતા ગામ લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ગામ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

bharuchexpress

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ICC T20 ઓલરાઉન્ડર રેકિંગમાં 5માં સ્થાન પર લગાવી છલાંગ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़