અંકલેશ્વરમાં દર શનિવારે કર્ણાવતી એક્સપ્રેસને સ્ટોપે
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે દર શનિવારે કર્ણાવતી એકસપ્રેસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. માલગાડીઓની અવરજવરને ધ્યાનમાં રાખી તારીખ 28 ઓગષ્ટ સુધી અમુક ટ્રેનો રદ કરવામાં આવી હોવાથી મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે. અંકલેશ્વર સ્ટેશને કર્ણાવતી એકસપ્રેસમાં મુસાફરો ચઢી પણ શકશે અને ઉતરી પણ શકશે.
પશ્ચિમ રેલ્વેને માલગાડીઓની અવરજવર વધી જવાથી અમુક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રદ કરાયેલી ટ્રેનો રોજીંદા અપડાઉન કરતાં નોકરીયાતો તથા અન્ય મુસાફરો માટે ખુબ મહત્વની છે. મુસાફરોને અગવડ ન પડે તે માટે 28 ઓગસ્ટ 2022 સુધી સયાજી નગરી દર શનિવાર અને રવિવાર કિમ સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસ દર શનિવારે અંકલેશ્વર સ્ટેશન પર રોકાશે.
પશ્ચિમ રેલવે દ્વારા માલગાડીઓની ટ્રેનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને દર શનિવાર અને રવિવાર 28 ઓગસ્ટ સુધી રદ્દ કરવામાં આવી છે.સયાજી નગરી એક્સપ્રેસને 28મી ઓગષ્ટ સુધી બંને દિશામાં કીમ સ્ટેશન પર રોકાણ આપવામાં આવ્યું છે. જયારે અમદાવાદ – મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસને પણ 28મી ઓગષ્ટ સુધી દર શનિવારે અંકલેશ્વર સ્ટેશન પર રોકાણ આપવામાં આવ્યું છે.