



ભરૂચ : નગર પાલિકા પ્રમુખ તેમજ વિરોધ પક્ષ ના સભ્યો કંથારિયા નજીક બનાવેલી ડમ્પીંગ સાઈડની મુલાકાતે.
ડમ્પીંગ સાઇટ મુદ્દે ભરૂચ પાલિકા પુન : વિવાદમાં આવી છે ભરૂચ નગર પાલિકા સફાઇ અને કચરાના નિકાલ મુદ્દે વારંવાર વિવાદોમાં જોવા મળી રહી છે. ભરૂચ નગર પાલિકામાં સબ સલામત તા દાવાઓ વચ્ચે ખુદ પાલિકા કર્મીઓ જ અસમંજશ માં પોતાતી કામગીરી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ મૃત પશુઓતા નિકાલ કરવાતી કામગીરી ઠપ પડી છે. તો બીજી તરફ પાલિકા જ્યાં કચરો નાખવાનું વિચારે ત્યાં વિવાદો ઉભા થઈ રહ્યા છે, જે તે સ્થળે ઉભી કરવામાં આવતી ડમ્પિંગ સાઇટો જાણે કે પાલિકા માટે આજે પણ માથાના દુખાવા સમાન બની છે.
પાલિકાએ ડંમ્પિંગ સાઇટના અભાવે થોડા વખતો પહેલા ભરૂચ જે બી મોદી પાર્ક પાસે હંગામી ડમ્પિંગ સાઇટ જોરશોરથી ચાલુ કરી હતી. પરંતુ ત્યાર બાદ ડૅમ્પિંગ સાઇટ આસપાસ વસવાટ કરતા સ્થાનિકોએ તેઓના વિસ્તારમાં આ સાઇટ થી ખૂબ દુર્ગંધ અને કચરા જેવી બાબતોની તકલીફ જણાવી ત્યાંથી આ ડૅમ્પિંગ સાઇટ હટાવી લેવા માટે વિરોધ કર્યા બાદ પણ પાલિકા એ ત્યાં કચરા ભરેલા પોતાના વાહનો ઠાલવવા ની પક્રિયા ચાલુ રાખતા સ્થાનિકોમાં આજે પણ તે ડંમ્પિંગ સાઇટ તો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ થોડા સમય પહેલા પાલિકા દ્વારા ડંમ્પિંગ સાઇટ ને કંથારીયા અને થામ ગામની સીમમાં ખસેડી હતી અને ત્યાં સમગ્ર શહેર ની કચરો ઠાલવવાતી કામગીરી શરૂ કરી હતી પરંતુ ત્યાં ના સ્થાતિકોએ પણ હવે તેઓના વિસ્તારમાં દુર્ગંધ મારતા કચરાને ઠાલવવામાં આવતા પાલિકા સામે બાંયો ચઢાવી છે. તેઓના વિસ્તાર માંથી આ ડંમ્પિંગ સાઇટને હટાવવામાં આવે તેવી માંગ કરતા હાલ પાલિકાના માથે થી આ પંમ્પિંગ સાઈટનું ભૂત ક્યારે પીછો છોડશેની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે. જેને લઇ આજ રોજ પાલિકા પ્રમુખ તેમજ વિરોધ પક્ષ ના નગર સેવકો કંથારિયા તેમજ થામ ગામના લોકોને સમજવા પોહચી ગયા હતા અને તે લોકોને ડમ્પીંગ સાઈડ ચાલુ રાખવા અપીલ પણ કરી હતી પરંતુ કંથારિયા અને થામ ગામના લોકો આ ડમ્પીંગ સાઈડ થી રોગ ચારો ફાટી નીકળે તેનું જવાબદાર કોણ હાલ તો કંથારિયા અને થામ ગામના સ્થાનિકોના વિરોધ વચ્ચે પાલિકા ભારે ગુચવરમાં મુકાયું છે.