



- ભરૂચ : આમઆદમી પાર્ટી નો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ
મોંઘવારીની માર સામે આમ આદમી પાર્ટી ના કાર્યકરો એ ફાંસી લગાવી સૂત્રોચાર સાથે વિરોધ
ગેસ,વીજળી,તેલ સહિતના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન
પાંચબતી ખાતે કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન.
ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાંધણગેસ અને તેલ અને શાકભાજીના ભાવ વધતા ગૃહણીઓનું બજેટ પણ ખોરવાયું છે. ત્યારે આજે ભરૂચ શહેરના મધ્યમાં પાંચબતી ખાતે મોંઘવારીના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. આમઆદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ ઊર્મિ વાણાણી,ગોપાલ રણા,પીયૂસ પટેલ,આકાશ મોદી, ઝાકીર રંગુની સહિત ના હોદ્દેદારો અને કાર્યકરો એ પાંચબતી ખાતે ના મુખ્ય માર્ગ પર મોંઘવારીના પોસ્ટર સાથે ગળે ફાંસીનો ફંદો લગાવી કેન્દ્ર ની ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો..