ભરૂચના વેજલપર વિસ્તારમાં જ જાહેરમાર્ગોના ગાબડા પુરવા માટેનું મુહૂર્ત ક્યારે.
જાહેર માર્ગ ઉપર જ ખુલ્લી કુંડીઓ અને બિસ્માલ રસ્તા વાહન ચાલકો માટે અકસ્માતનું આમંત્રણ..
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુર બમ્બાખાના સહિતના અન્ય જાહેર માર્ગો ઉપર ખુલ્લી કુંડીઓ અને બિસ્માઈલ બની ગયેલા રસ્તાઓ વાહન ચાલકો માટે અકસ્માતનું ઝોન બની રહ્યું હોવાના કારણે લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુર બંબાખાના મચ્છીવાડ સહિત આસપાસના વિસ્તારોના જાહેર માર્ગો ઉપરના બિસ્માર બની ગયેલા રસ્તાઓ માટે ગાબડા પૂરવા માટે પાલિકા પાસે મુહૂર્ત ન નીકળતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાહેર માર્ગો ઉપર જ ખુલ્લી કુંડી અને બિસ્માર બની ગયેલા રસ્તાઓના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં બિમાર બની ગયેલા માર્ગો ઉપર ગાબડા પૂરવાની માંગ વાહન ચાલકો કરી રહ્યા છે