ભરૂચ જિલ્લાની પ્રજાને હવે મોબાઇલ કે વાહનચોરીની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન નહીં આવવું પડે, E-FIRનો પ્રારં
ગાંધીનગર એન.એફ.એસ.યુ.માં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે શનિવારે ઈ-એફ.આઈ.આર.નો પ્રારંભ કરાવ્યો હતો. જે ઈ-એફ.આફ.આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં એસ.પી.ઓફીસ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડાએ આ ઈ-એફ.આઈ.આર. અંગે માહિતી આપી હતી. જેઓએ ભરૂચ જિલ્લા અને રાજયમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે. અંગે ઇ- એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરાવી શકશે.
આમાં માત્ર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને આ ઓનલાઈન ફરિયાદ અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને ઈમેલ તો SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ પણ જેતે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.જો 72 કલાકમાં તેના નિકાલ ન થાય તો પેન્ડિંગ હોવા અંગેનો ઈમેલ પણ તરત જ પોલીસ અધિકારીઓને કરવામાં આવશે અને ત્યારબાદ 120 કલાક બાદ અરજી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવશે. મોડું થયું હશે તો પોલીસ કર્મચારીઓ જવાબ આપવો પડશે.