ઝઘડિયામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે કીચડથી લપસણો બનતાં હાલાક
અંકલેશ્વરથી રાજપીપળા સુધીના સ્ટેટ હાઇવે ચાર વર્ષ બાદ પણ ફોરલેન બની શકયો નથી. ઝઘડીયા અને અંકલેશ્વર તાલુકામાં અનેક સ્થળોએ બ્રિજની કામગીરી અધુરી રહી છે. ચાર વર્ષ થઇ ગયા છતાં રસ્તો સંપુર્ણ બની શકયો નથી. બીજી તરફ આ રોડ પર માત્ર ખાડાઓ પુરી ગાડુ ગબડાવવામાં આવી રહયું છે.
હાલમાં ગુમાનદેવ, રતનપોર, ભુડવા ખાડી અને રાજપારડી નજીક રસ્તો એકદમ બિસ્માર બની ગયો છે. ગુમાનદેવ બ્રિજ પર તો કીચડના કારણે વાહનો સ્લીપ ખાઇ જાય તેવી સ્થિતિ છે. ભુડવા ખાડી પાસે ખરાબ રસ્તાના કારણે વાહનો પલટી મારી જાય તેવી હાલત છે. 100 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવા છતાં અંકલેશ્વર– રાજપીપળા સ્ટેટ હાઇવેની કામગીરી હજી પુર્ણ થઇ શકી નથી.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી