અંકલેશ્વર નગરપાલિકાના ઇજનેરની પુત્રી CBSEમાં ધો-12માં દેશમાં બીજા નંબર
ભરૂચ જિલ્લામાં સીબીએસઇનો અભ્યાસક્રમ ચલાવતી 32 જેટલી શાળાઓનું સરેરાશ 90 ટકા પરીણામ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં માટે ગૌરવ લઇ શકાય તેવી બાબત એ છે કેઅંકલેશ્વર પાલિકા ના બાંધકામ ખાતાના ઈજનેર અલ્કેશ અમદાવાદી ની પુત્રી ડીન્કીએ દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે. તે હાલ સુરતની ગોએન્કા સ્કુલમાં અભ્યાસ કરે છે. તેણે 500માંથી 499 માર્કસ મેળવી દેશમાં બીજો નંબર મેળવ્યો છે. ડીન્કીના પિતા અલ્કેશ અમદાવાદીએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી ડીન્કી સીએ બનવા માગે છે. તેમની પુત્રીએ અત્યાર સુધી સ્કોલરશીપના પૈસાથી જ અભ્યાસ કર્યો છે.
ભરૂચની અન્ય શાળાઓની વાત કરવામાં આવે તો અંકલેશ્વર સ્થિત આરએમપીએસ ઇન્ટરનેશનલ શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. શાળામાં પ્રથમ સ્થાને યશ તિવારી 92.40%, દ્વિતીય સ્થાને હર્ષ પટેલ 90.80% અને તૃતીય સ્થાને પ્રિન્સ બોહરા 90.60% સાથે આવ્યાં છે. NCPS શાળામાં કિરણ મીનાએ 91.6%ની સાથે પ્રથમ, અનીકા માતદાર અને મા. ક્રિશ રાજ 88.8%ની સાથે બીજા ક્રમે જ્યારે શ્રાયણી સાહા 87.3%ની સાથે ત્રીજા નંબરે આવ્યાં છે. અંકલેશ્વર ઓએનજીસીની કેન્દ્રીય વિદ્યાલયનું ધોરણ 10નું 96.43 ટકા પરિણામ આવ્યું છે.
શાળામાંથી 84 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 8 ઉર્તિણ થયાં છે. દર્શ સોલંકીએ 95.20 ટકા સાથે શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. ધોરણ 12 સાયન્સમાં પરીક્ષા આપનારા 38માંથી 36 વિદ્યાર્થીઓ જયારે કોર્મસમાં પરીક્ષા આપનારા તમામ 25 વિદ્યાર્થીઓ ઉર્તિણ થયાં છે.