



અંદાડા ગામની માનસી વાધેલાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનું સ્થાન લીધુ
અંકલેશ્વરના અંદાડા ગામની માનસી વાઘેલા એક દિવસની ધારાસભ્ય બની હતી. માનસી વાધેલાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનું સ્થાન લીધું હતું. તેણે 21 મી જુલાઈના રોજ યોજાયેલી વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લીધો હતો. રાજ્યભરમાંથી ઇન્ટવ્યું લઈને 182 વિદ્યાર્થીને એક દિવસના ધારાસભ્ય તરીકે પસંદગી કરાઈ હતી. જેમાં એક યુવાન મુખ્યમંત્રી એક વિધાનસભા દંડક અને એક વિરોધ પક્ષ નેતા પણ બનાવ્યા હતા. ત્યારે મૂળ વિરમગામના અને અંકલેશ્વર ખાતે રહેતા જયેશભાઈ વાઘેલાની પુત્રી માનસી વાઘેલા ધારાસભ્ય તરીકે પસંદગી પામતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. માનસી વાધેલા પરિવાર સાથે અંદાડા ખાતે આવેલા અશોક વિહાર સોસાયટી ખાતે રહે છે. હાલ તે કોલેજ માટે ગાંધીનગર ખાતે અભ્યાસ કરી રહી છે. તેણીએ ધોરણ 12 સુધી અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલય બોરભાઠા ખાતે અભ્યાસ કર્યો હતો. પિતા જયેશભાઈ વાધેલા હાલ અંકલેશ્વરના ઉછાલી ગ્રામ પંચાયત અને મોતાલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે.
એક દિવસના ધારાસભ્ય બન્યા બાદ માનસી રોમાંચિત બની ઉઠી હતી અને તેને વાતચીતમાં જણાવ્યું હતું કે, તે ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરીનું સ્થાન આપવામાં આવ્યું હતું. આ પૂર્વે એક સપ્તાહ સુધી તેમને રિહર્સલ કર્યું હતું અને વિધાનસભા ગૃહ કેવી રીતે ચાલે છે, કામગીરી કેરી રીતે કરવામાં આવે છે તે માટે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગૃહમંત્રી હર્ષ સંધવી, નાયબ સચિવ મહેશ મહેતાને મળવાનાની સાથે માર્ગદર્શન મળ્યું હતું. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, એક દિવસના ધારાસભ્ય અને મોક વિધાનસભાનો હિસ્સો બની ખુબ આનંદ થાય છે. આપણી રાજ વ્યવસ્થા અને કાયદા અંગે વ્યવસ્થા તેમજ વિકાસના કામો તેમજ કામો થયા હોય તેને કેવી રીતે મજુર કરવા અને તેની પ્રશ્નોતરી શું કરાઈ તે અંગે પ્રત્યક્ષ માહિતી મળી હતી.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી