



અંકલેશ્વરમાં લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો, પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરાઈ હોવાની આશંક
અંકલેશ્વર જીઆઇડીસીના સારંગપુર ગામ પાસે આવેલી મારુતિધામ સોસાયટીમાં મૂળ બિહારનો 29 વર્ષીય યુવાન મીથુન મહેશભાઈ મંડલ રહેતો હતો. તારીખ 22મી જુલાઈના રોજ અંકલેશ્વરના મીરાનગર પાસે સોમેશ્વર જવાના માર્ગ ઉપર મિથુન મંડલનો હત્યા કરેલો લોહી-લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ સ્થાનિક અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતાં પીઆઇ અને અંકલેશ્વર શહેર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે અજુબાજુના સ્થળનું નિરીક્ષણ કરીને એફએસએલની મદદ મેળવીને મિથુન મંડલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપીને હત્યારાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મિથુન મહેશભાઈ મંડલનો મિત્ર છોટુકુમાર જીતેન્દ્ર મંડલ એક જ સોસાયટીમાં રહેતા હતાં. જેમાં મીથુન મંડલનો તેના મિત્ર છોટુકુમારની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિથુનનું છોટુકુમારે અથવા અન્ય અજાણ્યા લોકોએ મિથુનના માથાના ભાગે કોઈ પણ હથિયાર વડે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હત્યા કરી હોવાની ફરિયાદ મિથુન મંડલના નાનાભાઈ અને પરિવારે કરી હતી. જોકે છોટુ બનાવ બાદથી ગાયબ થઈ ગયો છે.