ભરૂચ LCBએ એક રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો; આરોપીએ વાહનો ચોરી કર્યા હોવાનું કબૂલ્યુ
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અંકલેશ્વર વિસ્તારમાં ચોરીની મોપેડ લઈને ફરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આ મોપેડ ભરૂચ શહેરના સી ડીવીઝન વિસ્તારમાંથી ચોરાયેલી હોવાનું માલુમ પડતાં LCB એ મોપેડનો કબ્જો મેળવી અરોપીને અંક્લેશ્વર શહેર પો.સ્ટેશનમા સોંપવામાં આવ્યા હતો. જેની આગળની તપાસ અર્થે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.
ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં ફરતી હતી. તે સમયે માહિતી મળી હતી કે, એક બાઇક ચોર જુના ને.હા.નં -8 ના ભરૂચથી અંક્લેકાર તરફ આવતા રોડ ઉપર આવી રહ્યો છે. જેથી LCBની ટીમે મળેલી માહિતીના આધારે નેશનલ હાઇવે નંબર 8 ઉપર વોચ ગોઠવી હતી. ત્યાર બાદ માહિતીવાળો ઈસમ મોપેડ નંબર GJ – 16 – BM – 3034 લઈને આવ્યો હતો. પોલીસે તેને રોકીને તેની પાસે આર.ટી.ઓ રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો તેમજ આધાર પુરાવા માગ્યા હતા. પરંતુ તે આપી શક્યો ન હતો.
પોલીસે એક્ટીવા શંકાસ્પદ જણાતા સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ પોકેટ કોપ મોબાઇલથી ખાત્રી કરતા આ એક્ટીવા ભરૂચ શહેર ખાતેથી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. આ અંગેનો ગુનો ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકમાં રજીસ્ટર થયો હોવાની ખાત્રી કરી હતી. ત્યાર બાદ એકટીવા કબ્જે કરી તેમજ ચોરીની એકટીવા સાથે મળી આવેલ ઇસમને અટકાયત કરી હતી.
LCBની ટીમે પકડેલો મોપેડ ચોર મુકેશ ઉર્ફે ભગો રમણભાઇ વસાવા રહેવાસી- ફાટાતળાવ,વૈરાગીયાડ , ભરૂચનો અગાઉ પણ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. તે અગાઉ ભરૂચ શહેરમા વાહનચોરી તેમજ ધરફોડ ચોરીના ઘણા ગુનાઓમાં પકડાયેલો છે. જ્યારે ભરૂચ શહેર એ ડીવી. પો.સ્ટેશન તેમજ ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટેશનમા હીસ્ટ્રીશીટર આરોપી તરીકે તેનું નામ નોંધાયેલુ છે.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી