ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) એ પણ સ્પષ્ટ કર્યું છે કે અદાણી ગ્રુપ (Adani Group) ની ટેલિકોમ કંપની અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડ (Adani Data Networks Ltd) એ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા મુજબ અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડ (Adani Data Networks Ltd) સિવાય હરાજીમાં ભાગ લેવા માટે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (Reliance Jio Infocomm), વોડાફોન આઇડિયા ( Vodafone Idea) અને ભારતી એરટેલ (Bharti Airtel) તરફથી પણ અરજીઓ મળી હતી. વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ જાણકારી માત્ર સૂચના માટે છે અને તેનો અર્થ એવો ન કરવો જોઈએ કે આ અરજી પ્રોસેસ થઈ ચુકી છે અથવા પ્રી ક્વાલીફાઇડ થઈ ચુકી છે. 5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈ, 2022થી શરૂ થવા જઈ રહી છે.
હરાજીમાં જે પણ કંપની 5G સ્પેક્ટ્રમ મેળવશે, તેમને 20 વર્ષ માટે 5G સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે. 4.3 લાખ કરોડની કિંમતના 72,097 MHz સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. ગયા મહિને જ કેબિનેટે 5G સ્પેક્ટ્રમની કિંમતો માટે TRAIની ભલામણને પગલે હરાજીની મંજૂરી આપી હતી. 5G સ્પેક્ટ્રમમાં બિડર્સને વિવિધ પ્રકારની છૂટ આપવામાં આવી છે. હરાજીમાં મેળવેલા સ્પેક્ટ્રમ માટે કોઈ એડવાન્સ પેમેન્ટ કરવાની જરૂર રહેશે નહીં. 20 હપ્તાઓમાં દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં ચૂકવણી કરવાની રહેશે.
જો કે ઘણા બ્રોકરેજ હાઉસનું માનવું છે કે ટેલિકોમ સેક્ટરમાં અદાણી ગ્રૂપનો પ્રવેશ સ્પેક્ટ્રમ માટે પણ રેસ શરૂ કરી શકે છે. જો કે અદાણી ગ્રુપે હરાજીમાં ભાગ લેવા પર સ્પષ્ટતા કરી છે કે તે સામાન્ય વપરાશકર્તાઓ માટે મોબાઇલ સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કરશે નહીં, પરંતુ ખાનગી નેટવર્ક સોલ્યુશન પ્રદાન કરશે. સ્પેક્ટ્રમનો ઉપયોગ એરપોર્ટ તેના પોર્ટ, પાવર ટ્રાન્સમિશન અને સાયબર સિક્યોરિટી પ્રદાન કરવા અને તેના વ્યવસાયને વિસ્તારવા માટે એક ખાનગી નેટવર્ક તરીકે કામ કરશે.
જોકે અદાણી ગ્રૂપ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા જઈ રહ્યું છે, જે પછી એવું માનવામાં આવે છે કે ટેલિકોમ સેક્ટરમાં ફરીથી ટેરિફ વોરથી લઈ ગ્રાહકોને છીનવી લેવાની રેસ શરૂ થઈ શકે છે, જેમ રિલાયન્સ જિયોની જેમ એન્ટ્રી પછી જોવા મળ્યું હતું.