Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsરાજ્ય

યૂટ્યૂબ પર વધારે પૈસા કમાવવા માટે ફેક ન્યુઝ પ્રસારિત કરતા 3 યૂટ્યૂબ ચેનલ સંચાલકોની ધરપકડ..

 

21 સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મહત્વનો પાસું છે…જેનો ઉપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે…સાયબર ક્રાઇમે એવા માસ્ટમાઇન્ડો ની ધરપકડ કરી છે. જે યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી ફેક ન્યુઝ આપી લાખો રૂપિયા કમાતા હતા પણ આખરે સાયબર ક્રાઇમ ની ગિરફટમાં આવી ગયા. સાયબર ક્રાઇમ ની ગિરફતમાં આવેલ આરોપીઓ ના નામ છે સુરેશ પરમાર,જીગર ધામેલીયા,સુરેશ લુહાર આ આરોપીના અભ્યાસ તો સામાન્ય છે…પણ મગજ ઉચ્ચ કક્ષાના ગુનેગાર જેવું છે…પૈસા કમાવવા ની લાયમાં આ ત્રણે આરોપીએ અલગ અલગ યૂટ્યૂબ ચેનલ બનાવી જેમાં ખોટા સનસનીખેજ અને આકર્ષક સમાચાર પોસ્ટ કરી યુ ટ્યુબ મા વ્યુ મેળવી પૈસા કમાતા હતા..આ ત્રણે આરોપી છેલ્લા એક વર્ષથી ગુજતરાત ની અલગ અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યૂટ્યૂબ પર મૂકી લાઈક અને વ્યુ મેળવતા હતા જેના આધારે તેમને પૈસા મેળવતા હતા….સાયબર ક્રાઇમ ના સર્વેલન્સ દરમિયાન ફેક ન્યુઝ ની યૂટ્યૂબ ચેનલ સામે આવતા સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે.. આ ટ્યુબ ચેનલ ના મથાળા હેઠળ રથયાત્રામાં હુમલો થયો છે, દ્વારકા મંદિર તણાઈ ગયું, જેવા ખોટા અને સનસની ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા હતા…આરોપી આવા ફેક અને સનસની ફેંલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને 1 લાખ વધારે રૂપિયા કમાતા હતા…સાયબર ક્રાઇમે હવે આવા ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુ ટ્યુબ ન્યુઝ ચેનલ JD ન્યુઝ,એજ્યુકેશન ટ્રેન્ડ,ગુજરાતી મીડિયા ન્યુઝ,ગુજરાત એક સાગર,યુવરાજ રબારી ફેન ક્લબ નામની યુ ટ્યુબ ચેનલના સંચાલકો સામે ગુનો નોંધી…3 યુટ્યુન ચેનલ સંચાલકો ની ધરપકડ કરી છે… વધારે વ્યુર્સ મેળવા માટે આવા ફેક હેડિંગ સાથે ન્યુઝ પ્રસારિત કરતા યૂટ્યૂબ સંચાલકો સામે સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છે… આવા લોકોની ધરપકડ કરવા સુધીની પણ કાર્યવાહી હાથ ધરી છે..

Related posts

અંકલેશ્વરમાંવિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું

bharuchexpress

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીમાં B.E.,M.E., B.Sc અને M.Sc ના કુલ 144 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું

bharuchexpress

અંકલેશ્વરની મામલતદાર અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં શૌચાલયની યોગ્ય સાફ-સફાઈ નહીં થતા ગંદકીનું સામ્રાજ્ય

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़