પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરી શકે છે.
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે કેટલાક દિવસથી અટકળો ચાલી રહી હતી. ત્યારે તેઓ ભાજપમાં જોડાય તેની સંભાવના વધુ દર્શાવવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરી શકે છે. ત્યારે ઘણી વખત હાર્દિક પટેલ ભાજપના લખાણ કરતા પણ જોવા મળી ચૂક્યા છે.
નોંધનિય છે કે, હાર્દિક પટેલે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર, હાર્દિક પટેલ ઘણા સમયથી પોતાના પક્ષથી નારાજ હતા અને તેઓએ આ દરમ્યાન ઘણી વખત ભાજપ પક્ષની પ્રશંસા કરતા પણ નજર આવ્યા હતા. આ દરમિયાન તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હાલ 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય દાવપેજ વધુ જોવા મળી રહ્યા છે. તેમજ દરેક પક્ષ દ્વારા પોતાની પાર્ટીને મજબૂત બનાવવા અને વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ સીટ પર વિજય મેળવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.