અમરેલી
અમરેલી જિલ્લામાં ફરી માથાભારે શખ્સઓ દ્વારા પત્રકારના અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે દેશની સોથી જાગીર ગણાતા પત્રકારો ઉપર હૂમલો કરવામાં આવ્યો છે રાજુલા વાવેરા ગામે રહેતા ખેતી અને પત્રકાર સાથે સંકળાયેલા વિક્રમ સાખટને માથાભારે શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખવાની ઘટના સામે આવી છે…..
માથાભારે શખ્સોએ વાવેરા ગામે ગૌચર દબાણ કર્યું હોય તે બાબતે પત્રકાર વિક્રમ સાખટ દ્વારા રાજુલા ડેપ્યુટી કલેકટર લેખિતમાં અરજી કરેલ હોય જેનું મનદુખ રાખી પત્રકારના અવાજને દબાવવા માથાભારે શખ્સો દ્વારા મંડળી રસી હુમલો કરવામાં આવ્યો છે……
અમરેલી જિલ્લામાં માથાભારે શખ્સો ફરી માથું ઊંચું કરી રહ્યા છે ત્યારે એસપી નિર્લિપ્ત રાય અમરેલીમાં હતા ત્યારે તમામ માથાભારે શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા એસપીની બદલી થતાં જ તમામ માથાભારે શખ્સો ફરી બે નંબરના ધંધા તેમજ લોકો તેમજ પત્રકારના અવાજને દબાવવા એ કોશિશ કરી રહ્યા છે તો આવા માથાભારે શખ્સો ને તાત્કાલિક ઝડપે અને જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી માંગ છે…..