અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં વહેલી સવારે સસરા અને બનેવીએ મળી જમાઈ પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના પીરામણ ગામમાં રહેતા ઇમરાન દિવાન ઘરે સુતા હોય તે સમયે શબ્બીર સા નસીમ બાનું, સહેજાદ સબીહા બાનુ ઐયુબભાઈ જે તમામ તેઓના ઘરે આવી બારી તોડી ઇમરાનને લાકડી અને પટ્ટા વડે મારમારી જીવલેણ હુમલો કરી રૂપિયા ૫૦ હજારની લૂંટ ચલાવી તેઓની ઘરની બહાર ઊભેલી રિક્ષામાં પણ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું છે.
બનાવના પગલે ઇમરાન અત્યંત ઈજાગ્રસ્ત થઈ જતા તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઇજાગ્રસ્ત જણાવે છે કે મારી પોલીસ સમક્ષ રજૂઆત છે કે આ કેસમાં મને ન્યાય મળવો જોઈએ અંકલેશ્વર પોલીસે આ તો કે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.