સુરતના પાસોદરા ખાતે ગત તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે ગ્રીષ્માં વેકરિયાનું ગળું કાપીને ઘાતકી હત્યા કરનાર ફેનીલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો.બહુ ચકચારીત ગ્રીસમાં હત્યા કેસનો ચુકાદો આવી ગયો છે અને
આરોપી ફેનીલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ કોર્ટમાં સરકાર અને બચાવ બન્ને પક્ષના વકીલો હાજર રહ્યા હતા સાથે ગ્રીષ્માના પરિવારજનો પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. આજે કોર્ટમાં હત્યાના કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને સજા સંભળાવવામાં આવી છે.કોર્ટે આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે,ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલા બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યાર બાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યાર બાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. બંને પક્ષની દલીલો બાદ જજે તારીખ 26 એપ્રિલ આપી હતી. જોકે કોર્ટ દ્વારા સજાની તારીખ 5 મે જાહેર કરાઈ હતી ત્યારે આજ રોજ આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો જ્યાં કોર્ટે ગ્રીષ્માં વેકરીયા ના હત્યારા ફેનીલ ગોયાણી ને ફાંસીની સજા આપી છે,આરોપી ફાંસી ના માંચડે ચઢતા હવે ગ્રીષ્માં ના પરિવારને હાશકારો મેળવ્યો છે ત્યારે કોર્ટે આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજાનું એલાન કરતા ગ્રીષ્માંના પરિવારમાં ખુશી જોવા મળી છે.
– શુ હતી આખી ઘટના.
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.ત્યારે આજે 5મીના રોજ શું સજા ફેનિલને મળશે તેના પર સૌ કોઈની નજર છે.