Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

કેનેડા સ્થાયી થયેલ ભરુચીઓએ લોકોને મદદ કરવાનું ચાલુ રાખ્યું

 

અનાજની કીટ તેમજ ઇદ નિમિતે રોકડા રૂપિયા આપી જરૂરિયાતમંદોને મદદ કરી

ભરૂચ:
મુસ્લિમોના રમજાન માસ દરમિયાન આર્થિક રીતે સક્ષમ લોકો જરૂરીયાતમંદોને લિલ્લા પેટે મદદ કરવાનું ચૂકતા નથી. જેમાં ભરૂચના રહીશ ઐયુબભાઈ વલીકારા જે સમાજ સેવક તરીકેની ઓળખ ધરાવે છે. જે હાલ કેનેડામાં ટોરોન્ટોમાં સ્થાયી થેયલ છે. જોકે પોતાની માતૃભૂમિથી હજારો કિલોમીટર દૂર પહોંચ્યા બાદ પણ પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું ભૂલ્યા નથી. તેમની સેવા પ્રવૃત્તિઓને વારસામાં ચાલુ રાખવાનું મન બનાવ્યું હોય તેમ તેમના પુત્ર મોહસીન વલીકારા દ્વારા કાર્યરત રાખવામાં આવ્યું છે .રમઝાન માસ દરમિયાન કેનેડા સ્થિત સમાજ સેવક એવા ઐયુબ વાલી કાળા અને તેમના પુત્ર મોહસીન વલી કારા તરફથી રમજાન માસ દરમિયાન સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરીયાતમંદ લોકોને ઇદ નિમિતે અનાજની કીટ તેમજ રોકડા રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે નરસીપુરા વિસ્તારના નવયુવાનો જેમાં સરફરાજ પઠાણ મોઇન વલી કારા. રઈસ વલી કારા. જેવા અનેક યુવાનોએ અનાજની કીટ વિતરણ કરવામાં ભાગ લીધો હતો.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

bharuchexpress

ભરૂચ જિલ્લામાં બે વર્ષ બાદ વાજતે ગાજતે દશામાની મૂર્તિ‌ની ઘેર-ઘેર પધરામણી

bharuchexpress

ભરૂચ: વરેડિયા ખાતે એન.આર.આઇ. ગૃપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़