શક્તિનાથ સર્કલથી રેલી કાઢી જિલ્લા સમહાકર્તા ને કરી રજુઆત..
ખાનગી શાળા દ્વારા ફ્રી વધારા પાછા ખેંચવા સહિતની માગણી સાથે રજુઆત
ગુજરાતમાં આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દે રાજ્ય સરકારને સતત ઘેરી રહી છે. શિક્ષણ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્રો લખવામાં આવ્યા છે.. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજ,જિલ્લા ઉપ પ્રમુખ મુનાભાઈ,સંઘઠન મંત્રી અનિલ પારેખ સહિતના કાર્યકરો દ્વારા શક્તિનાથ સર્કલથી રેલી કાઢી સૂત્રોચાર કરી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગુજરાતની ખાનગી શાળાઓની ફ્રી માં ધરખમ વધારો સાથે શાળા સંચાલકો નક્કી કરેલી દુકાનો માંથી જ વાલીઓને સ્કૂલ બેગ,ચોપડા,અને કપડાં ખરીદવા મજબુર કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક શેક્ષણિક સંસ્થા ઓ દ્વારા શિક્ષણ ને વેપાર બનાવી લૂંટ ચલાવી રહ્યા છે..જેને તાત્કાલિક બંધ કરવી , પ્રાઈવેટ સ્કૂલની ફિ વધારો પાછો ખેંચવા, ડોનેશન પ્રથા બંધ કરવા અને FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી