



ભરૂચ જિલ્લા ના સિમરથા ગામ મા મર્યાદા પુરસોત્તમ રામચંદ્ર ભગવાન, જાનકીજી, લક્ષ્મણજી, પવનપુત્ર હનુમાનજી અને શિવ પરિવાર નો ત્રિ – દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવા મા આવી હતી.
તારીખ 15મી એપ્રિલ ના રોજ પૂજા પ્રારંભ, શોભા યાત્રા, જલાધીવાસ કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 16મી એપ્રિલે પ્રાતઃપૂજન, સ્નપણ વિધિ, અન્નાધીવાસ અને રાત્રે ગરબા નો પ્રોગ્રામ યોજાયો હતો. તારીખ 17મી એપ્રિલે પ્રાતઃ પૂજન,પ્રાણ પ્રતિષ્ઠા, મહાઆરતી, મહા પ્રસાદ તેમજ ભજન સંધ્યા સાથે ત્રિ – દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા મા આવી.
વર્ષો જુના વડીલો બનાવેલ મંદિર જર્જરિત સ્તિથી મા હોવાથી ખોબલા જેવા ગામ મા સમસ્ત ધર્મ પ્રેમીઓ દ્વારા મંદિર નો પુનઃ ઉદ્ધાર માટે ત્રણ વર્ષ થી પ્રયત્નો શરૂ કરવા મા આવ્યા હતા. અને લોક ફાળા થકી ભરૂચ જિલ્લા મા ભવ્ય મંદિર નું નવ -નિર્માણ કરવા મા આવ્યું.
મૂર્તિઓ ની શાસ્ત્રોક્ત વિધિ થી પ્રાણ પ્રતિષ્ઠા કરવા મા આવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય પદે શાસ્ત્રી સંદીપભાઈ દવે ભાગવત આચાર્ય સુરત બિરાજમાન હતા.
પ્રાણ પ્રતિષ્ઠા ના સમયે ઉપસ્થિત ધર્મપ્રેમીઓ ની નજરે મર્યાદા પુરષોત્તમ રામચંદ્રજી ની આંખ ખોલતા ની સામેજ કાચ નો અરીસો ચમત્કારીક રીતે ફૂટી ગયો હતો અને હાજર ધર્મપ્રેમીઓ ઓ એ જય શ્રી રામચંદ્ર જી કી જય ના નાંદ થી ગામની ધન્ય ધરા ગુંજી ઉઠી હતી.આસ્થા ભેર દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
મહોત્સવ ના અતિથિ વિશેષ છત્રસિંહ મોરી તેમજ અજય સિંહ રાણા સહીત વગેરે રાજકીય આગેવાનો અને હોદ્દેદારો અને ધર્મ પ્રેમી અગ્રણીઓ તેમજ સંતો -મહંતો પણ જોડાયા હતા. ગામના મંદિર ના આગેવાન કિશોરભાઈ ડી પટેલ, રણછોડભાઈ ઉર્ફે કાકુજી, હેમંત ભાઈ ડી પટેલ,રણછોડભાઈ હીરા ભાઈ પટેલ, હરેશ ભાઈ ઈન્દુભાઈ પટેલ,જીતુ ભાઈ ડી પટેલ વગેરે તેમજ ગામના યુવાનો એ મંદિર ને ભવ્ય સ્વરૂપ આપવા તન મન અને ધન થી મહેનત કરવા મા આવી હતી.
આ અવસરે ભરૂચ બરોડા અને સુરત વગેરે જિલ્લા ભર થી અને આજુ બાજુ ગામ ના તેમજ સ્થાનિક આમોદ તાલુકા માંથી
બહોળી સંખ્યા મા ધર્મ પ્રેમીઓ હાજર રહી ત્રિ – દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવા મા આવી હતી અને ધન્યતા ની અનુભૂતિ કરી હતી…
રિઝવાન સોડાવલા ભરૂચ