અંકલેશ્વર શહેર માં આવેલ એસન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના
ધોરણ ૧ ના વર્ગો બંધ કરવા અંગેના સ્કૂલ સંચાલકોના નિર્ણય બાબતે ફેર વિચારણા કરવા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
અંકલેશ્વર શહેમાં આવેલી પ્રી પ્રાયમરી વિભાગ ukg માં બાળકો અભ્યાસ કરે છે. વાલીઓને ફેબ્રુઆરી માસમાં વાલીઓની મીટીંગ માં નવા શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે આખા વરસની ફી એક સાથે જમા કરાવવા સ્કૂલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું જે સાથે વાલીઓ સહમત થયા હતા તે જ વખતે અમને પ્રવેશ ફોર્મ આપવામાં આવ્યા હતા તારીખ 5, 6 એપ્રિલ 2022 ના રોજ રાખવામાં આવેલી વાલી મીટીંગ દરમ્યાન મેનેજમેન્ટ દ્વારા અચાનક ધોરણ ૧ ના વર્ગો બંધ કરવા અંગેની માહિતી મૌખિક રીતે આપવામાં આવી.
સાથે સાથે બાળકોનું બીજી સ્કૂલમાં એડમિશન લેવા અંગે જણાવવામાં આવ્યું છે. અમને મેનેજમેન્ટ દ્વારા છેક એપ્રિલ માસમાં જણાવવા માં આવતા બીજી સ્કૂલમાં એડમિશન માટે જતા એડમિશન મળી શકે એમ નથી દરેક સ્કુલોમાં એડમીશન ફુલ થઈ ગયેલ છે . આ સંજોગોમાં અમારા બાળકોનું ભાવી અંધકારમય છે મેનેજમેન્ટ દ્વારા અમને એવું જણાવવામાં આવ્યું છે કે તેઓ તબક્કાવાર આ સ્કૂલ બંધ કરવા માંગે છે અને હજુ પણ સાત આઠ વર્ષ સ્કૂલ ચાલુ રાખવી પડશે એવું મેનેજમેન્ટનું કહેવું છે તો આ તબક્કે અમારી માગ છે કે સ્કૂલ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અન્ય બાળકો સાથે સાથે અમારા બાળકોને પણ અભ્યાસ કરવામાં આવે એવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.
આખરે વાલીઓ ની રજૂઆત ધ્યાન માં રાખી ધોરણ 1 ના વર્ગો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી