Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વાગરા: પેટ્રોલ,ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે કોંગ્રેસ મેદાને, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું..

– વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની વાગરા પોલીસે અટકાયત કરી હતી..

– ૨૦થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી..

સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં દિનપ્રતિદિન મોંઘવારીમાં વધારો નોંધાઈ રહ્યો છે,ખાસ કરી પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતોમાં રોજ બ રોજ વધારો નોંધાતા સામાન્ય વ્યક્તિ માટે જીવન જીવવું અત્યંત મુશ્કેલ સમાન બન્યું છે, સરકાર વિરોધી અનેકો આક્ષેપો સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજ્ય સરકાર સામે મહંગાઈ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે ત્યારે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે પેટ્રોલ,ડીઝલ અને ગેસ સહિતની વસ્તુઓ પર વધતા ભાવ વધારા તેમજ મોંઘવારી સામે મોરચો માંડ્યો હતો,વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયથી ડેપો સર્કલ સુધી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ રેલીનું આયોજન કર્યું હતું..

કોંગ્રેસની આ રેલીમાં મોંઘવારી વિરુધના પોસ્ટરો કાર્યકરોએ હાથમાં પકડી મોંઘવારીની અંતિમ યાત્રા કાઢી હાથમાં તેલના ડબ્બા, રાંધણ ગેસના સિલિન્ડર સહિતની વસ્તુઓ પકડી મોદી સરકાર તેમજ રાજ્ય સરકાર સામે ભાવ વધારો પરત ખેંચવા સહિત મોંઘવારી અંકુશમાં લાવવા તેમજ સરકારની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ પ્રદશન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યલયથી ડેપો સર્કલ સુધી નીકળેલ કોંગ્રેસની રેલીને પોલીસે ડેપો સર્કલ સુધી પણ ન પહોંચવા દીધી હતી. અને વાગરા મેઈન બજારમાં આવેલ ખત્રી બિગ શોપ નજીક કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે એક સમયે ઉગ્ર ઘર્ષણ જેવી સ્થિતિનું સર્જન થતા પોલીસે કોંગ્રેસ ના ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી..

આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મૈયુદ્દીન રાજ (બાજી), કોંગી અગ્રણી સુલેમાન પટેલ, સુરેશભાઈ પરમાર, અક્ષયસિંહ રાજ, રગુવીરસિંહ ચૌહાણ, આદિલ ભાઈ રાજ, સકીલ ભાઈ રાજ, અસલમ ભાઈ રાજ સહિત કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

*ઇદે મિલાદ ના તહેવાર નિમિતે ગોયબજાર ખાતે ઠંડા પીણાં તથા ફ્રૂટી નું વિતરણ કરાયુ*

bharuchexpress

હાર્દિક પટેલ પટેલ જોડાશે ભાજપમાં, આ બે દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ધારણ કરશે કેસરિયો!

bharuchexpress

દિવાળીમાં 1.25 ટકા વધારે ભાડા સાથે એકસ્ટ્રા ટ્રીપો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़