– પુરસા રોડ પર આવેલ નવી નગરી વિસ્તારમાં રહેતા 6 વર્ષના મહંમદ ઝિશાન ઇબ્રાહિમ ખત્રીએ પ્રથમ રોઝો રાખતા તેને ફૂલહાર પહેરાવીને સન્માન કરાયું.
હાલ મુસ્લિમ સમાજમાં વિશેષ મહત્વ ધરાવતો રમઝાન માસ ચાલી રહ્યો છે. ઇસ્લામમાં રહેમતોનો મહિનો ગણવામાં આવે છે. જેમાં મુસ્લિમ સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને જૈફ વયના વ્યક્તિઓ રોઝો રાખી, નમાજ પઢી ખુદાની બંદગી કરતાં હોય છે. અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે પણ સતત 15 કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી મુસ્લિમો રોઝો રાખે છે. અને ઈબાદત કરે છે. આવા કપરા સમયમાં ભરુચ જિલ્લાના આમોદ શહેરમાં આવેલ પુરસા રોડ નવીનગરીમાં રહેતા માત્ર 6 વર્ષના બાળક મહંમદ ઝીશાને રોઝો રાખી ખુદાની બંદગી કરી લોકોના હકમાં દુઆઓ કરી હતી. 6 વર્ષીય બાળકે પોતાનો પ્રથમ રોઝો રાખતા ઘર પરિવાર તેમજ મોહલ્લાના લોકોએ ફૂલ હાર પહેરાવી સન્માન કર્યું હતું.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી