



ભરૂચ જિલ્લામાં ઓટોરીક્ષા ચાલકોને પડતી નાની મોટી તકલીફોના નિરાકરણ માટે જય ભારત ઓટોરીક્ષા એસોસિએશન, ભરૂચની સ્થાપના થઇ હતી. જેમાં મર્હુમ અબ્બાસ પેન્ટરએ ૧૭ વર્ષ સુધી એકધારું પ્રમુખ પદ ભોગવ્યું હતું. અબ્બાસ પેન્ટરના નિધન બાદ પ્રમુખ પદની રેસમાં સરફરાઝ પટેલ ઉર્ફે પપ્પુભાઈની નિયુક્તિ સર્વાનુમતે થઈ હતી, જેમાં આબિદ મિર્ઝા ઉપપ્રમુખ તરીકે હતા. ત્રણ વર્ષના ટૂંકા ગાળા બાદ પ્રમુખ પદ બદલવા માટે એસોસિએશનના હોદ્દેદારોએ આજરોજ મીટીંગ કરી હતી.
જેમાં હોદ્દેદારો અને ઓટોરીક્ષા ચાલકો દ્વારા સર્વાનુમતે આબિદ મિર્ઝાને પ્રમુખ પદ માટે લાયક ઠેરવી નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. પ્રમુખ તરીકે નામ જાહેર થતાં હોદ્દેદારો અને ઓટોરીક્ષા ચાલકોએ નવનિયુક્ત પ્રમુખ આબિદ મિર્ઝાને ફુલહાર ચઢાવી વધાવી લીધા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી