પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ જંબુસર સ્ટેટ હાઇવે પર આમોદ તાલુકાના નાહીયેર ગામ પાસે ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જંબુસર તરફ જઈ રહેલા ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રસ્તા નીચે ઉતરી જતા પલટી મારી હતી. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જો કે ટ્રકમાં ભરેલ બોરીઓ નીચે ઢળી પડી હતી જ્યારે ટ્રકમાં નુકશાની સર્જાઇ હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી