



– અવકાશમાંથી તેજ લીસોટા જેવી સળગતી વસ્તુ પૃથ્વી તરફ આવતી દેખાઇ.
– સ્પેસ શટલમાંથી છુટા પડેલા સળગતા ટુકડા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું
– લોકોએ આ અદભુત ઘટના પોતાનાં મોબાઇલમાં કેદ કરી વાઇરલ કર્યા
– આમોદમાં લોકોએ કેદ કરેલાં જુદાં જુદાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.
આમોદ પંથકના આકાશમાં અદભુત ખગોળીય ઘટના જોવા મળતા લોકોમાં કુતુહલ સાથે આશ્ચર્ય સર્જાયું હતું.તેમજ અનેક લોકોએ ઉલ્કા કે UFO( ઉપગ્રહ પરથી ઊડતી આવેલી હોવાની વસ્તુ) પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.આમોદ પંથક સહિત ગુજરાતના અનેક શહેરોમાં પણ આ ખગોળીય ઘટના જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે.આકાશમાંથી ઝડપથી સળગતી તેજ લીસોટા જેવી વસ્તુ કે ઉલ્કા જમીન તરફ આવતા લોકોમાં કુતૂહલ સાથે આશ્ચર્ય સર્જાયું હતું.તેમજ નજરે જોયેલ લોકોમાં એક તબક્કે ડર પણ ફેલાઈ ગયો હતો.લોકોએ કેદ કરેલાં જુદાં જુદાં વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં.જાણકારોના જણાવ્યા મુજબ આકાશમથી કૃત્રિમ ઉપગ્રહમાંથી છૂટો પડેલો કોઈ અવકાશી વસ્તુ હોવાનું જાણવા મળ્યું છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી