ગટર ચોકઅપ રહેતા પાણીના ભરવા થી રોડ ના ધોવાણ સાથે સાંકડો થતા ગટરમાં ખાબકી રહ્યા છે વાહનો અને પશુઓ.
ખુલ્લી ગટરમાં ભરાઈ રહેતા કચરાઓના ઢગલા થી ચાર થી પાંચ ફૂટ પાણી ભરાઈ રહેતા બાળકો માટે જીવલેણ.
વારંવાર ની રજૂઆત બાદ પણ પાલિકા તંત્ર કુંભકર્ણ ની નિદ્ર માં રહેતા સ્થાનિકોએ પાલિકા સામે ઠાલવ્યો આક્રોશ.
નજીકમાં રહેલી કચરા પેટી છલોછલ ભરાઈ રહ્યા બાદ પણ દુર કરવામાં ન આવતા કચરાઓના ખડકલા થી જામ થઈ રહી છે ગટર.
ભરૂચ,
ભરૂચ નગરપાલિકા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે પંરતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.ભરૂચ શહેરના કેટલાક વિસ્તાર ની કચરા પેટીઓ કચરાઓથી ઉભરાતી જોવા મળી રહી છે.જેના પગલે લાલબજાર વિસ્તારમાં ખુલ્લી ગટર કચરઓના ઢગલાઓ થી જામ થઈ જતા રોડનું ધોવાણ થવા સાથે રીક્ષા પલ્ટી મારી જતા પાંચ જેટલા મુસાફરોને બચાવી સારવાર અર્થે ખસેડી સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચના વોર્ડ નંબર ૧૦ અને ૧૧ ને જોડતા હેડ પોસ્ટ ઓફીસ થી લાલબજાર વિસ્તારના જાહેર માર્ગ ઉપર જ સમગ્ર ભરૂચ શહેર ને જોડતી ખુલ્લી ગટર આવેલી અને અને તેનું ગંદુ પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે.પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા ગટર લાઈન ની સફાઈ ન થતા કચરાઓના ઢગલાઓથી જામ થઈ જતા ચાર થી પાંચ ફૂટ ઉંડી ગટર માં પાણી ભરાઈ રહેતા નજીક માંથી પસાર થતો જાહેર માર્ગ ધોવાઈ રહેતો હોવાના કારણે માર્ગ સાંકડો બની રહ્યો છે અને આ માર્ગ ઉપર થી એક સાથે બે વાહનો પસાર થાય તો સીધો વાહન ચાલક ગટરમાં ખાબકી અકસ્માતનો ભોગ બની રહ્યો છે.
વહેલી સવારે જ કતોપોરની હેડપોસ્ટ ઓફિસથી લાલબજાર તરફ મુસાફરો ભરીને જતી ઓટો રીક્ષા ખુલ્લી ગટર નજીક થી પસાર થઈ રહી હતી તે દરમ્યાન રીક્ષા નું પાછળ નું ટાયર ગટર ની ઢાળ ઉપર થી સ્લીપ થઈ જતા રીક્ષા પલ્ટી મારી ગટરમાં ખાબકી હતી અને રીક્ષામાં સવાર મુસાફરોની ચીંચીયારીઓથી આજુબાજુના લોકો દોડી આવી ગટરમાં ખાબકેલી રિક્ષામાં સવાર મુસાફરો ને હેમખેમ બહાર કાઢી સારવાર માટે ખેસડવાની તજવીજ હાથધરી હતી.
ગટરમાં રીક્ષા ખાબકી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયટ ફાયટરોને કરવામાં આવતા ફાયર ફાયટર ની ટિમ ઘટના સ્થળે દોડી આવી ગટરમાં ખાબકેલી રીક્ષાને રસ્સી વડે બાંધી બહાર કાઢી હતી.પરંતુ ઉભરાયેલી ગટરની સફાઈ મુદ્દે ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ ગટરમાં રહેલો કચરાનો ઢગલો પોતાના ખર્ચે વાહનોમાં ભરી પાલિકામાં ઠાલવવાની ચીમકી ઉચ્ચારી હતી.