Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ જતા થયેલ ભડકાથી એક મહિલા દાઝી હતી.

જ્યારે ઘરમાં રહેલ એક પુરૂષને પણ ઇજાઓ પહોંચતા બન્નેવને સારવાર અર્થે ખસેડાયા હતા.

આચાનક ગેસ બોટલમાં લીકેજના પગલે થયેલ ભડકાથી બુમરાણ મચતા એક સમયે આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગેસ લિકેજમાં થયેલ ભડકાના પગલે શીતલબેન વસાવા દાઝી ગયા હતા જ્યારે બલદેવભાઈ વસાવાને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 માં સારવાર અર્થે ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગેસનો બોટલ લીકેજથી લાગેલ આગને તેમજ લિકેજને કાબુમાં લીધી હતી.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

આમોદ: કોરોના મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર ચૂકવવા મામલતદાર કચેરીએ કોંગ્રેસનું આવેદનપત્ર.

bharuchexpress

ભરૂચમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેકનાર કોંગી કાર્યકર સામે ગુનો દાખલ

bharuchexpress

ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસે આઇસર ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી, સદનસીબે જાનહાનિ ટળી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़