પોલીસે વિરોધ કરી રહેલ 20 જેટલા કાર્યકરોની અટક કરી
આજ રોજ ત્રણ રસ્તા સર્કલ ખાતે વધતા જતા પેટ્રોલ-ડીઝલ, સીએનજી ગેસ, ગેસનો બોટલ, ખાદ્ય તેલના ભાવો, તેમજ અન્ય મોંઘવારીને લઈને અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગેસનો બોટલ તેમજ તેલના ડબ્બા ને લઈને હાર પહેરાવી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન સરકાર વિરુદ્ધ ના સુત્રોચાર કરવામાં આવ્યા હતા, અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પોલીસ તેમજ કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું જે બાદ 30 જેટલા કાર્યકરો ની શહેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી,
આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસડીયા, તાલુકા પ્રમુખ દેવેન્દ્ર ઉપાધ્યાય, અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, શૈલેષ મોદી, ઇકબાલ ગોરી, મગન માસ્ટર, રફીકભાઇ ઝગડિયાવાળા, સ્પંદન પટેલ, મનુ સોલંકી, મુકેશ વસાવા, ઈમ્તિયાઝ બાણવા, પ્રકાશ પટેલ, ઉત્તમ પરમાર વિગેરે આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.