



– વડોદરાના યુનાઇટેડ વે ના પ્રસિદ્ધ ગરબા ગાયક અતુલ પુરીહિતના મધુર કંઠે સુંદરકાંડ ગવાયો….
આમોદ તાલુકાના નાહીયેર ગામે હઠીલા હનુમાન મંદિરે આજ રોજ હીર-દેવી ક્લાવૃંદ તરફથી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરાના યુનાઇટેડ વે ના પ્રસિદ્ધ ગરબા ગાયક શ્રી અતુલભાઈ પુરોહિતના મધુર કંઠ દ્વારા સુંદરકાંડનું લોકોને શ્રવણ કરવામાં આવ્યું હતું.અતુલ પુરોહિતના સુમધુર કંઠથી ગવાયેલા સુંદરકાંડ ઉપર લોકો ભક્તિમાં તરબોળ બન્યા હતાં.તેમજ પ્રસિદ્ધ ગરબા ગાયકે લોકોની માંગણીને માન આપી સ્વ કંઠે ગરબા પણ ગાતાં લોકો ઝૂમી ઉઠયા હતાં. સુંદરકાંડનો આજુબાજુના ગામડાના લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ભક્તિમાં તલ્લીન બન્યા હતાં.અને સુંદરકાંડ બાદ આરતી કરી લોકોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો.
આ પ્રસંગે હીરલ પટેલે જણાવ્યું હતું કે નાહીયેર ગામ ખાતે હઠીલા હનુમાન મંદિરે હીર-દેવી ક્લાવૃંદ તરફથી સુંદરકાંડનો પાઠ રાખવામાં આવ્યો હતો.જેમાં લોકોને ઘણો આનંદ થયો હતો.અતુલભાઈ પુરોહિત દ્વારા ગરબા પણ ગવડાવતા લોકોને ખૂબ આનંદ થયો હતો.