



પોલીસ સુત્રીય માહિતી અનુસાર ભરૂચના મક્તમપુર ગામના મકદુમપાર્કની એક યુવતિના લગ્ન વિસ્તારના જ યુવાન સાથે થયાં હતાં. જોકે, તેનો પતિ તેને હેરાન કરતો હોઇ તે પિયરે આવી જતાં સાસરિયાઓે પિયરપક્ષ પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના મક્તમપુર ખાતે આવેલાં મકદુમપાર્ક ખાતે રહેતાં યારીફ હાજી અહેમદ વોરાની પુતરી અકસાનાના લગ્ન મકદુમ પાર્ક ખાતે જ રહેતાં આસીફ અબ્દુલ સોલંકી સાથે થયાં હતાં. લગ્ન બાદ અકસાનાને તેનો પતિ હેરાન કરતો હોઇ તે રિસાઇને પોતાના પિયરે જતી રહી હતી. દરમિયાનમાં સાંજના સમયે આસીફ તેમના ત્યાં આવી પહોંચ્યો હતો.
તેેણે અકસાના સાથે ઝઘડો કરી તેને ધાકધમકીઓ આપતો હતો. તેમજ તેને પોતાના ઘરે લઇ જવા માટે જબરજસ્તી કરતો હતો. જોકે, બાદમાં તે એકલો જતો રહ્યો હતો. જે બાદ રાત્રી આસીફ હાથમાં લોખંડની પાઇપ લઇને તમેજ તેના પિતા અબ્દુલ સોલંકી સેન્ટીંગનું પાળીયું, ભાઇ રસીદ ડંડો લઇને તેમજ તેની માતા ત્યાં આવ્યાં હતાં. તેઓએ તેમના ઘર સામે અપશબ્દો ઉચ્ચારી મારી પત્નીને તમે મોકલતાં નથી તેમ કહેતાં યારીફભાઇએે તેમને જણાવ્યું હતું કે, તમે મારી પુત્રીને હેરાન કરો છો એટલે તેને તમારી સાથે આવવું નથી તેમ કહેતાં તેઓએ ઉશ્કેરાઇ જઇ તેમના પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી