ભરુચ જિલ્લામાં અનેકો જગ્યાએ એક અદભુત નજારો પ્રકાશમાં આવ્યો હતો. વાગરા પંથકમાં આકાશમાં એક અદ્ભુત નજારો નિહાળી લોકો અચંબિત થઈ ઉઠ્યા હતા. ગતરોજ શનિવારે ઢળતી સંધ્યાએ જ્યારે અવનિ પર અંધારા ઉતરી રહ્યા હતા ત્યારે ભરૂચના વાગરા પંથકમાં આકાશમાં ઍક અદભુત નજારો નિહાળ્યો હતો. કોઈ તેજ ચમકતી વસ્તુ આકાશમાં લોકોએ નિહાળી હતી. કેટલાયે લોકોએ આકાશમાં દેખાઈ રહેલી ચમકતી વસ્તુ પોતાના મોબાઈલ ફૉનના કેમેરામાં ક્લિક કરી હતી. કોઈ ચમકતો તારો અથવા અન્ય કોઈ વસ્તુ હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી. જેમ જેમ ચમકતી વસ્તુ નજીક આવતી ગઈ તેમ તેમ તે મોટી થતી હોવાની નજરે પડી હતી એકદમ નીચે આવ્યા બાદ ચમકતી વસ્તુ અલોપ થઇ જવા પામી હતી. વાગરા નગર સહિત પંથકના ગામોમાં પણ આકાશમાં ચમકતી વસ્તુ લોકોએ નિહાળી હતી. આ વસ્તુ શું હશે તેની લોકોમાં ચર્ચાઓ થઈ રહી હતી..
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી