



ભરૂચ btts નાં આગેવાનો દ્વારા જણાવ્યું કે નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારના મૂળ માલિકોની હક અને અધિકાર સાથેની જિંદગી છીનવી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને તેના પણ વહીવટ કરતાં નાયબ કલેકટર નિલેશ દુબેએ ઓફિસર શર્મા સાથે વાતચીત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ છે જે નિલેશ દુબે જે બોલી રહ્યો છે કે યે આદિવાસી લોગ હે પહેલે ખાને કો નહિ મિલતા થા. બહાર ચડ્ડી પહેન બેઠતે થે નોકરી લગ ગઈ તો પેન્ટ શર્ટ પહેનને લગે અભીવે જંગલ મેં જડીબુટ્ટી ખાને વાલે લોગ હૈ ઈનકો તેહજીબ નહિ હૈ, જેવી ઘોર અપમાન જનક વાત કરી મૂળ માલિકોનો અપમાન કર્યું છે જે અમારા પૂર્વજો અને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે નર્મદા જિલ્લાના બંધારણ માં આપેલા જોગવાઈ મુજબ અનુસૂચિ ૫ માં આવે છે કોઈપણ જાતિ વિશે ભેદભાવ રાખવો નહીં બધાને સમાન અધિકારો આપવામાં આવેલા છે ત્યારે અમારા સમાજનો હજારો વર્ષથી શોષણ થઈ રહ્યું છે બંધારણ થકી થોડું શિક્ષણ અને આર્થિક રીતે સમાજ સદર થઈ રહ્યો છે ત્યારે નિલેશડૂબે જેવા સંકુચિત જાતિ વિષયક વિચારશ્રેણી વાળા આવા નોકરોને હરગીઝ ચલાવી લેવાશે નહીં તો btts એ માંગણી મુજબ નિલેશ ડૂબે ને તાત્કાલિક અસરથી બરતરફ કરી એક્રોસીટી એક્ટ ધારા હેઠળ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યુ.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી