શુક્રવાર
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પ્રાથમિક કન્યાશાળા ખાતે બાળદિનની ઉજવણી એક અનોખા અંદાઝમાં કરવામાં આવી હતી. બાળકો દ્વારા શાળાના પટાંગણમાં વિવિધ પ્રકારના સ્ટોલ ઉભા કરાયા હતા. જેમાં બાળકોએ સ્વનિર્મિત વસ્તુઓનું વેચાણ કર્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા તેમને કેવી રીતે ગ્રાહક સાથે વર્તન કરવું, ગ્રાહકને કેવી રીતે સંતોષકારક જવાબો આપવા, નફાનું પ્રમાણ કેટલું રાખવું, પોતાના માલની સાચવણી કઈ રીતે કરવી જેવી વ્યાપારિક બાબતોની સમજ અપાઈ હતી. શાળાના બાલકો એ દરેક સ્ટોલની મુલાકાત લઈ આંનદ મેળાની મઝા માણી હતી. શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓની આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો ખૂબ ખુશ જણાતા હતા અને સ્ટોલ લગાડનાર બાળકોનું કહેવું હતું કે આવા કાર્યક્રમો કરવાથી અમારામાં પણ બજારની વેપાર અંગેની નીતિનો બહોળો અનુભવ થયો છે…
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી