તા. ૨૭/03/2022 નાં રોજ રવિવારના દિવસે
નોબેલ માર્કેટ, અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્ક્સ માં આઁફિયત બ્લડ ડોનેશન ગ્રુપ તરફથી તથા કુમાળ પાળ ગાંધી બ્લડ બેન્ક ના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં નોબેલ માર્કેટ તથા આસપાસ નાં ગામોના નવયુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું. ફક્ત બે કલાક માં કુલ ૪૦ વ્યક્તિઓએ રક્તદાન કરી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.
આ પ્રોગ્રામ માં રોટરી કલબ અંકલેશ્વર નાં હોદ્દેદાર દેવેન્દ્ર ભાઈ હાજર રહ્યા હતા… તથા તેઓ એ નોબેલ સ્ટીલ અને આફીયત બ્લડ ગ્રુપ નો આભાર વ્યક્ત કર્યો હતો.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી