Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsરાજ્ય

ટ્રેનમાં હાથ ફેરો કરતા ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો, કડક પુછપરછ કરતા વટાણા વેરી દીધા.!

કર્ણાટક ગાંધીધામ ટ્રેઈનમાંથી સોનાની ચેઈન, રોકડા રૂપિયા તેમજ બે મોબાઈલ સહિતની બેગની ચોરી કરી ફરાર થઇ જનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પડ્યો છે. પોલીસ તપાસમાં નડીયાદ રેલ્વે પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, કર્ણાટક ગાંધીધામ ટ્રેઈનમાંથી સોનાની ચેઈન, રોકડા રૂપિયા તેમજ બે મોબાઈલ સહિતની બેગની ચોરી કરી ફરાર થઇ જનાર આરોપી સુરત શહેરમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વેસુ અણુવ્રત દ્વાર પાસેથી ઉધના ઝીરો નબર રોડ પાસે રહેતા સુરેશ ઉર્ફે ચૂહા ઉર્ફે શ્યામસુંદર રામસુખભાઈ વર્માને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની કડક પૂછપરછ કરતા બે માસ પહેલા પોતે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેઈનમાંથી ચોરી કરવાના ઈરાદે ફરતો હોય તે દરમ્યાન વલસાડ તરફથી ટ્રેઈન આવતા તે ટ્રેઈનમાં ચોરી કરવાના ઈરાદે ચડી ગયો હતો, અને બાદમાં બધા પેસેન્જરો સુતા હતા. તે દરમ્યાન બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બેગમાં જોતા એક સોનાની ચેઈન તથા બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા.

આ મામલે નડીયાદ રેલ્વે પોલીસ મથકમાં બેગ ચોરીનો ગુનો પણ દાખલ થયો હતો. આરોપીની કબુલાતના પગલે આ ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. વધુમાં આરોપી અગાઉ ઉધના પોલીસ મથકમાં ઘરફોડ ચોરીમાં તમજ સુરત રેલ્વે પોલીસ મથકમાં લુટ અને ચોરીના કેસમાં બે વખત પકડાઈ ચુક્યો હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે તેની ધરપકડ કરી તેનો કબજો નડીયાદ રેલ્વે પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

ભરુચ: ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક ખાતે રાષ્ટ્રીય કિસાન મોરચાના કારોબારી સભ્યની અધ્યક્ષતામાં યોજાયો નમો કિસાન કાર્યક્રમ

bharuchexpress

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ 2023 – 24ની જનરલ કેટેગરી માટેના આઠ સભ્યો માટેની ચૂંટણી રસાકસી ભર્યા માહોલમાં યોજાઈ હતી. 3 વાગ્યા સુધી કુલ 85 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

bharuchexpress

ધ કાશ્મીર ફાઇલ્સને પ્રમોટ કરવાનો કપિલ શર્માએ ઇનકાર કર્યો હતો? અનુપમ ખેરે જણાવ્યુ સત્ય

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़