



અલ્યા હાઉ આમ ન હોય..!પર્યાવરણ ની જાગૃતિ માટે ભરૂચ નગર પાલિકા અને ખાનગી હોસ્પિટલે લગાવેલા બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યા..!!
ભરૂચ નગર પાલિકા અવારનવાર ચર્ચામાં આવતી હોય છે,જેમાં વધુ એક વાર પાલીકા અને ખાનગી હોસ્પિટલ દ્વારા લગાવેલ બોર્ડ આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે,આમ તો આ બોર્ડ સ્વચ્છતા અને પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિક બેગ ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો છે,પરન્તુ તેના પર લખાયેલ શબ્દો જાણે કે ભરૂચ ની જનતા એક વાર વાંચી ને શરમ અનુભવે તેમ છે,
ભરૂચ નગર પાલિકા ના અનેક કર્મચારીઓ કામ કરતા હોય છે,તેમજ નામાંકિત ખાનગી હોસ્પિટલ પર આ બોર્ડ ના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે,કર્મચારીઓ દ્વારા ભરૂચ માં લગાવેલા આ બોર્ડ પર હિન્દી મા લખેલ શબ્દોમાં ભરુચ ની જગ્યા એ ભરુત શબ્દો નો ઉપયોગ થયો છે,એટલું જ નહીં વાંચ્યા કે જોયા વગર આ બોર્ડ લગાવી પણ દેવામાં આવ્યા છે,ત્યારે લોકો હવે સવાલ પૂછી રહ્યા છે કે જાગૃત થવાની જરૂર કોને છે,શુ આટલા મોટા બોર્ડ પર આટલા મોટા શબ્દો વાંચ્યા વિના જ પાલિકાના કર્મીઓ લગાડી રહ્યા છે,કે પછી આ પ્રકારના બોર્ડ વ્યવસ્થિત છે કે નહિ તેની જાણકારી મેળવવા સુધ્ધા પાલિકા સત્તાધીશો પાસે સમય નથીઃતેવા અનેક સવાલો આ બોર્ડ ને જોયા બાદ લોકો કરી રહ્યા છે,
હાલ આ બોર્ડ સોશીયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,તંત્રની શબ્દોની આ ભૂલ ને લોકો ભરૂચ ની જનતાનું અપમાન ગણાવી પોસ્ટ મૂકી પોતાની વેદનાઓ ઠાલવી રહ્યા છે,ત્યારે આશા રાખીએ કે આ પ્રકારની શબ્દોની ભૂલ વારા બોર્ડ પાલિકા ના કર્મીઓ હવે પોતે જાગૃત બની ઉતારી લે અથવા સુધારો કરી મૂકે તેવી લોક માંગ ઉઠી છે
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી