



ભરૂચના પાલેજ નગરની મધ્યમાં આવેલા કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત સૈયદ શાઉદ્દીન રહમતુલ્લાહ અલયહે, હજરત સૈયદ બાઉદ્દીન રહમતુલ્લાહ અલયહે તેમજ હજરત સૈયદ સુબહાનલ્લાહ રહમતુલ્લાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ અકિદતમંદોની હાજરીમાં સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફ ઝાકમઝોળ રોશનીથી ઝળહળી ઉઠી હતી. દરગાહ સંચાલકો તેમજ દરગાહ શરીફના ખાદીમ દ્વારા ત્રણેય દરગાહ શરીફ પર સંદલ શરીફ સાથે ગીલાફ તેમજ ફુલ ચાદરો અર્પણ કરાઇ હતી.
ત્યારબાદ સલાતો સલામ તેમજ દુઆ સાથે સંદલ શરીફની વિધિનું સમાપન કરાયું હતું. સંદલ શરીફની વિધિમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. દરગાહ શરીફ પર હાજર અકિદતમંદોએ પણ ફૂલો અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઇસ્લામી શાબાન માસની ૧૩ મી તારીખે ઉપરોક્ત ત્રણેય દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંચાલકો તેમજ ખાદીમ દ્વારા પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવે છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી