



હરિભક્તો એ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું….
ભરૂચ કલેકટર કચેરી ખાતે હરિધામ સોખડાના હરિભક્તોએ કોઠારી પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા પ્રબોધસ્વામીજી સાથે કરાયેલા કૃત્ય બદલ આવેદનપત્ર પાઠવી તેમને કાયદાકીય રીતે દૂર કરવાની માંગ કરી હતી…
સોખડા સ્વામિનારાયણ સંસ્થા માં પૂજ્ય હરિપ્રસાદ સ્વામી ની વિદાય બાદ વિવાદ સતત વધી રહ્યા છે. પ્રબોધ સ્વામી સાથે થયેલ દુર્વ્યવહાર બાદ હરિભક્તો માં રોષ જોવા મળી રહ્યો છે. હરિભક્તોએ સંસ્થાના બની બેસેલા પ્રેસિડેન્ટ પ્રેમસ્વરૂપ સ્વામી અને સરલ સ્વામીને સરકાર બરતરફ કરાવે તેવી લાગણી સાથેબ વભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યુ હતું…. હરિભક્તોની લાગણી દુભાઈ હોય આ બન્ને સ્વામી માફી માંગી રાજીનામુ નહિ આપે તો હરિધામ મંદિરે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી