



આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ખેડૂતોને આકર્ષાવાને માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધીમે ધીમે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે આજે ગુજરાત ભાજપ પ્રદેશના કિસાન મોરચાના કારોબારી સભ્ય લાલજીભાઈ ચૌધરી ના અધ્યક્ષતામાં વાગરા અને ભરૂચ વિધાનસભા નો નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક યોજવામાં આવ્યો હતો .જેમાં સરકાર દ્વારા કિશાનો માટેની વિવિધ યોજનાઓ, કૃષિક્ષેત્રે સરકારની ધરતીપુત્રોના હિતલક્ષી નીતિઓ બાબતે પરામર્શ કરી ખેડૂતો પાસેથી કૃષિક્ષેત્ર મુદ્દે તેમના સૂચનો મેળવવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આતોદરિયા ,ભારત પરમાર, પ્રદેશ કિસાન મોરચા ઉપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ આશિષ ભાઈ દેસાઈ ,દિવ્યેશ પટેલ ,નીરલ પટેલ ,સહિત ખેડૂતો અને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..