Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

2016 બાદ માર્ચ મહિનામાં તાપમાન 40ને પાર, ભરૂચ જિલ્લામાં જ્વલનશીલ કેમિકલ સાચવવા ઉદ્યોગકારોમાં ચિંતા

એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી પવનની દિશા બદલાવા સાથે ગરમ -સૂકા પવનની અસર ભરૂચ જિલ્લામાં દેખાતાં માર્ચ મહિનામાંથી જ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા હિટ વેવથી આગામી 10 દિવસમાં ગરમીનો પારો વધુ 2 ડિગ્રી વધાવાની આગાહી કરાઈ છે. તે વચ્ચે ગત 11 માર્ચે જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન મહત્તમ અને લઘુતમ 22 ડિગ્રી નોંધાયું હતું. જે આજે 15 માર્ચે 42 ડિગ્રીને આંબી જતાં વર્ષ 2016 બાદ છ વર્ષે માર્ચ મહિનામાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ સર્જાઈ હતી.

ભરૂચ જિલ્લા આવેલી 7 જેટલી મોટી અને અન્ય નાની મોટી ઔદ્યોગિક વસાહતમાં હજારો ઉદ્યોગો આવેલા છે. ખાસ કરીને દહેજ અને અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા જેવી ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોકેમિકલ અને રંગ રસાયણ ઉપયોગ વધતો હોય છે. પેટ્રોકેમિકલ રૂપી સોલ્વન્ટના જથ્થાને લઇને ગરમી વધતા જ ઉદ્યોગોમાં આગ લાગવાની દહેશત ઉભી થઇ છે.
જીલ્લામાં ગરમીનો પારો દિન પ્રતિદિન ઊંચે ચઢી રહ્યો છે ત્યારે એકમોમાં સંગ્રહ કરેલા કેમિકલ માં આગ લાગવાની શક્યતા પણ વધી જાય છે ગામમાં અતિ જ્વલનશીલ કેમિકલ્સનું તાપમાન જાળવી રાખવા માટે ઉદ્યોગકારો દ્વારા કુલીંગ ડોમ, તેમજ અન્ય પ્રકારના કુલિંગ મશીનનો ઉપયોગ કરતા થયા છે.પરંતુ તેમ છતાં ખરતો સત્તત રહેતો હોવાથી ઉદ્યોગકારોની ચિંતા વધી છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં ગરમી 5 ડિગ્રી વધી જવા પામ્યું છે. અંકલેશ્વર શહેરમાં ત્રણ સ્ટેશન સર્કલ અને સ્ટેશન રોડ પર માર્ગ પર ડામર પીગળતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. માર્ચ માં સૌથી ઉંચા 42 ડિગ્રીને પાર થયું : બે દિવસ માં 2 ડિગ્રી તાપમાન વધ્યું છે. ઔદ્યોગિક હબ ભરૂચ જિલ્લા ઔદ્યોગિક એકમો હવે ગરમી વધવા ને લઇ કેમિકલ સળગી ઉઠવાનો ખતરો ઉભો થયો છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અતિ જવલનશીલ કેમિકલ સાચવવા માટે ઉદ્યોગકારોના પ્રયાસો છતાં ચિંતા યથાવત જોવા મળી રહી છે. દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા સહીત નાના ઉદ્યોગ દ્વારા વિશેષ પગલાં ભરવાની શરૂઆત કરી હતી. આગામી 10 દિવસ ગરમી વધવાની આગાહી વચ્ચે જિલ્લો હાલ ઓરેન્જ એલર્ટ જારી થયું છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

Taarak Mehta Ka Ooltah Chashmah: શું દયાબેન 28 જુલાઈના એપિસોડમાં પાછા આવશે? જાણો શા માટે ખાસ છે આ તારીખ….

bharuchexpress

આમોદ: આછોદ ગામના નવનિયુક્ત સરપંચે પંચાયત કચેરી ખાતે આજરોજ પંચાયતનો ચાર્જ સંભાળ્યો

bharuchexpress

આમોદ: પુરસા રોડ નવીનગરીમાં રહેતા 6 વર્ષના બાળકે રોઝો રાખી ઉપવાસ કર્યો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़