ભરૂચ જિલ્લાના અને રાજ્યના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ભાડભૂત રીવર કમ બેરેજ યોજના 15 વર્ષ સુધી કાગળ પર રહ્યા બાદ 2017માં પીએમ નરેન્દ્ર મોદી શિલાન્યાસ કર્યો હતો. જોકે તે બાદ પણ ભૂમિગત કામગીરી 2 વર્ષ બાદ શરુ કરાઈ હતી. આ પ્રોજેક્ટની કામગીરી ભૂમિગત થયાને 3 વર્ષ થયા બાદ પણ યોજના મન્થરગતિ એ આગળ વધી રહી છે. ખાસ કરીને 2 વર્ષ બાદ પણ બેરેજના ડાબા કાંઠા તરફ પારો અધ્ધર તાલ રહ્યો છે.
કલ્પસર યોજના ભાડભૂત રીવર કમ બેરેજ યોજના વિભાગએ ડાબા કાંઠા તરફ ઉતરાજ-આલીયાબેટથી લઇ ગોલ્ડન બ્રિજ સુધી પારો અને તેના પર ફોર લેન્ડ રોડ માટે 60 મીટર જમીન ખેડૂતની એક્વાયર્ડ કરી માપણી કરી હતી અને નર્મદા નદીના પળથી 60 મીટર સુધી માર્કીગ પણ કરી ગયા હતા. જો કે માર્કીગ બાદ જમીન પર કામગીરી આજદિન સુધી શરુ થઇ નથી જે પાછળ છેલ્લા 3 વર્ષ થી જમીન સંપાદન કર્યા બાદ અહીં કેટલાક ગામની જમીનમાં ડુબાણમાં ગઈ છે. જે જુના નકશામાં સર્વે નંબર સાથે ડીએલઆરમાં હતી જે બાદ ડીએલઆર વિભાગ દ્વારા નવો નકશો તૈયાર થતા આ સર્વે નંબર અને બ્લોક નંબર બદલાઈ ગયો છે. તો નવા નકશાને સમસ્યા સર્જાઈ છે. તો મહેસુલ વિભાગ સર્વેમાં આ ખાતાનંબર આજે પણ બોલે છે. જેને લઇ હજી સુધી જમીન 60 મીટરનું માર્કીગ કર્યા બાદ જે એવોર્ડ જાહેર કરવામાં આવે તે એવોર્ડ જાહેર થઇ શક્યો નથી. ખેડૂતો દ્વારા જમીન માપણી થયા બાદ આપવા માટે વાંધા અરજી કરી હતી તેનો પણ નિકાલ થયો છે.