



– મીટીંગના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઉપસ્થિત રહ્યા
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ધ્વારા જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ – ભરૂચ મુકામે એસ.એસ.સી. અને એચ.એસ.સી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા બિલ્ડીંગના સ્થળ સંચાલક તથા વહીવટી કર્મચારીઓની માર્ગદર્શક મીટીંગ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેકટર તુષાર સુમેરાએ પરીક્ષા સબંધિત પોતાના અનુભવની સાથે પરીક્ષામાં એક શિક્ષકની માનવીય ભૂમિકા તથા પરીક્ષાર્થીઓ સાથેના વ્યવહાર સબંધિત મૂલ્યોની સમજ આપી હતી.
કલેકટરશ્રીએ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પરીક્ષાનું સુવ્યવસ્થિત સંચાલન કરવા બાબતે પ્રાયોગિક ધોરણે આ વર્ષથી દરેક પરીક્ષા સ્થળે પરીક્ષા બાદની સ્થળ ચકાસણી જેવા નવતર અભિગમની વાત કરવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાએ સમગ્ર પરીક્ષા સંચાલન સંદર્ભે do’s અને don’t માં કઈ કઈ બાબતોને આવરી લેવી અને પરીક્ષામાં રાખવાની તકેદારી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. મીટીંગના પ્રારંભે જે.પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના આચાર્ય ડૉ.નીતિન પટેલ દ્વારા પરીક્ષા સબંધિત લેવાની થતી વિશેષ કાળજી બાબતે ચર્ચા કરી આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક બી.એમ.સલાટ, નીશાંતભાઈ દવે તથા દિવ્યેશભાઈ પરમાર દ્વારા પરીક્ષા કામગીરીનું તબક્કાવાર માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું. ત્યારબાદ જિલ્લાના આચાર્ય સંઘના પ્રમુખશ્રી દ્વારા પણ પ્રસંગોચિત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ મિટીંગમાં જિલ્લાના SSC પરીક્ષાના ૮૩ બિલ્ડિંગ ના સ્થળ સંચાલકશ્રી અને ૮૩ વહીવટી કર્મચારી આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના HSC પરીક્ષાના ૪૪ બિલ્ડીંગ ના સ્થળ સંચાલક અને ૪૪ વહીવટી કર્મચારી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના અંતિમ તબક્કે સ્થળ સંચાલકશ્રીને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.