



સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ અંતર્ગત કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સંબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામ્ય, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વધુને વધુ કામો હાથ ધરવામાં આવે તેમજ જનભાગીદારી થકી વધુને વધુ લોકો જળ સંચયના કામોમાં સહભાગી બને તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, સિંચાઈ વિભાગના અધિકારીગણ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, ઇરીગેશન, ખેતીવાડી સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.